સારાંશ ૧૦
બિસ્મિલ્લાહ હિર્રહમાન નિર્રહિમ
કિતાબ : અલ ગયબતે નોમાનીનો સારાંશ*
લેખક : મોહમ્મદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાઅફર અન નોમાની
પ્રકરણ નં : ૧૫
આ પ્રકરણમાં ઇમામે ઝમાના (અ.ત.ફ.સ.) ના ઝુહુર પૂર્વેની કરૂણાંતિકાઓ અને પીડાઓ નું વર્ણન છે.
એક હદીસમાં મુફઝ્ઝલ ઈબ્ને ઉમર કહે છે કે “અમે ઇમામ સાદિક (અ.સ.) ની હૂઝૂરમાં હાજર હતા ત્યાં ઇમામે ઝમાના (અ.ત.ફ.સ.) વિષે ચર્ચા શરૂ થઇ.
મેં કહ્યું : હું આશા રાખું છું કે તેમનો ઝુહુર આસાનીથી થાય.
ઇમામે જવાબ આપ્યો : ઝુહુર નહીં થાય ત્યાં સુધી કે તમે લોહી અને પરસેવો ના વહેવડાવો
(ઈસબાતૂલ હોદાત, ભા – ૩, પાનાં – ૫૪૩)
આ પ્રકરણની કેટલીક હદીસો ખુદ ઇમામે ઝમાના (અ.ત.ફ.સ.) અને તેમના લશ્કરની રહેણીકરણી કઠોર પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે છે, જે તેઓ એ સહન કરવી પડશે. તેમના માર્ગપર ચાલવું, જયારે તેઓ ઝુહુર ફરમાવશે, સહેલું નહી હોય.
હા, આ મુશ્કેલીઓ ટૂંકા ગાળાની હશે, જેમ ઇમામ સાદિક (અ.સ.) એ આ પ્રકરણ ની હદીસ નંબર ૪ માં ફરમાવ્યું છે.
“હક્કના અનુયાયીઓ હંમેશાથી તકલીફમાં હોય છે, પરંતુ તેમની તકલીફ ટૂંક સમય માટે હોય અને તેમનો શુભ અંત લાંબા ગાળા માટે ચાલશે”
ઇમામ સાદિક (અ.સ.) થી બીજી એક હદીસમાં હ નૂહ (અ.સ.) ના સહાબીઓ નો ઉલ્લેખ છે, અલ્લાહ નૂહ (અ.સ.) ના વિરોધીઓની સજા ૧૦ વાર વિલંબીત કરી, દરેક વિલંબ વખતે ઘણા સાથીઓ શંકામાં પડ્યા અને તેમનો સાથ છોડી ગયા, ત્યાં સુધી કે એવા વિશુધ્ધ બચ્યા જેમણે ક્યારે તેમને તર્ક ન કર્યા, આવા ઉચ્ચ ખુલૂસવાળાઓ સાથે હ નૂહ (અ.) સફીનામાં બેઠા, બાકીના બધા પાછળથી આવેલ ઇલાહી અઝાબમાં નાશ પામ્યા.
અલ્લાહ (ત.વ.ત.) હ મહદી (અ.ત.ફ.સ.) ની વિલાયત પર આપણને આખરી દમ સુધી કાએમ રાખે. આમીન.