સારાંશ ૧૨
બિસ્મિલ્લાહ હિર્રહમાન નિર્રહિમ
કિતાબ : અલ ગયબતે નોમાનીનો સારાંશ
લેખક : મોહમ્મદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાઅફર અન નોમાની
પ્રકરણ : ૧૮ અને ૧૯
આ પ્રકરણ સુફિયાનીના ખૂરૂજ બારામાં છે.
ઇમામે સાદિક (અ.સ.) એ કહ્યું : “સુફિયાની નું ખૂરૂજ અનિવાર્ય એટલે કે હતમી બાબત છે. તે રજબના મહિનામાં શરૂ થશે, તેનું ખૂરૂજ ૧૫ મહિના ચાલશે, તે ૬ મહિના યુદ્ધ કરશે. જયારે તે પાંચ જિલ્લા ફતેહ કરશે, તે નવ માસ પુરા રાજ કરશે ન એક ક્ષણ વધારે ન એક ક્ષણ ઓછી.
(સંદર્ભ: ઈસબાતુલ હોદાત, ભાગ: ૩, પાના ૭૩૯)
ઇમામે સાદિક (અ.સ.) સુફિયાનીનો ખૂરૂજ ચોક્કસપણે થશેજ એટલે કે હતમી છે તે બાબત પણ આ પ્રકરણ સમજાવે છે.
પ્રકરણ : ૧૯
આ પ્રકરણ પયગંબર (સ.અ.વ.વ.) ના અલમ બારામાં ચર્ચા કરે છે.
ઇમામેં ઝમાના (અ.ત.ફ.શ.) દ્વારા ઉઠાવવામાં આવેલ અલમ રસુલ્લાહ (સ.અ.વ.વ.) નો તે અલમ છે જે હઝરત અલી (અ.સ.) એ જંગે જમલમાં, બસરાવાસીઓ વિરુદ્ધ અને જંગે સિફફીનમાં પણ ઉઠાવ્યો હતો. અમીરૂલ મોમેનિન (અ.સ.) એ પેશનગોઈ કરી હતી કે આ અલમને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) પણ જયારે ઝુહુર કરશે ત્યારે ઉઠાવશે.
(સંદર્ભ : હિલયતુલ અબરાર, ભાગ : ૨, પાનાં : ૬૩૨)