સારાંશ ૧૪
બિસ્મિલ્લાહ હિર્રહમાન નિર્રહિમ
કિતાબ : અલ ગયબતે નોમાનીનો સારાંશ
લેખક : મોહમ્મદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાઅફર અન નોમાની
પ્રકરણ : ૨૨ અને ૨૩
પ્રકરણ : ૨૨
આ પ્રકરણની હદીસો ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) લોકોને નવેસરથી દાવત આપશે તેના વિષે છે.
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે. “જયારે કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝુહુર થશે, તેઓ (અ.સ.) લોકોને નવેસરથી દાવત આપશે જેવી રીતે રસૂલુલ્લાહ (સ.અ.વ.વ.) એ લોકોને ઇસ્લામની દાવત આપી હતી.” આ હદીસને સાંભળીને ઇમામ (અ.સ.) ના સહાબી અબુ બશીર પોતાની જગ્યાએથી ઊભા થયા. ઇમામનુ માથું ચૂમ્યું અને કહ્યું, “હું ગવાહી આપું છું તમે આ દુન્યામાં અને આખેરતમાં મારા ઇમામ છો, હું આપના દોસ્તોને દોસ્ત રાખું છું અને દુશ્મનોથી દુશ્મની, હું ગવાહી આપું છું કે તમે મનસુસ મેનલ્લાહ મારા વલી છો.” આ સાંભળી ઇમામ (અ.સ.) એ કહ્યું, “અલ્લાહ તમારા પર રહેમ કરે.”
પ્રકરણ : ૨૩
આ પ્રકરણ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ખુબજ નાની વયે ઇમામતના ઉચ્ચ દરજ્જા પર કાએમ થયા તેની ચર્ચા છે.
આ પ્રકરણની એક હદીસમાં અબુ જાફર અલ-બાકીર (અ.સ.) થી નકલ છે કે, “આ બાબત એટલે કે (ફરજ) અમારા સૌથી નાના અને ગાયબ દ્વારા કરવામાં આવશે.”