સારાંશ 6
*કિતાબ : અલ ગયબત*
*લેખક: મોહમ્મદ બિન ઇબ્રાહિમ બિન જાફર અલ નોઅમાની*
*પ્રકરણ 10*
આ પ્રકરણ આપણા બારમાં ઇમામ અલ મુન્તઝર (અ.સ.)ની ગયબત માટે ખાસ છે.
આ પ્રકરણ ઘણું વિશાળ છે અને તેમાં ઘણી રિવાયતો છે. આ પ્રકરણમાં ગયબતને લગતા ઘણા વિષયો બાબતે માહિતી છે, જેમકે ગયબતનો અર્થ, તેના કારણો, ઇમામની ગયબતની ભૂતકાળના નબીઓની ગયબત સાથે સરખામણી, અને ગયબતના સમયમાં ફિત્નાના કારણો વગેરે.
આપની ગયબતનો અર્થ એ નથી કે આપ લોકોથી સંપર્કમાં નથી કે લોકોથી દૂર છો.
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
“ઇમામ કાએમ (અ.ત.ફ.શ.) બે વખત ગયબતમાં ગયા અને જેમાંથી એકમાંથી આપ પાછા આવ્યા, અને બીજી ગયબતમાં તેઓ ક્યાં છે તેની કોઈને પણ જાણ નથી. આપ હજ્જ અદા કરો છો અને લોકોને જુવો છો, પરંતુ લોકો આપને જોઈ શકતા નથી.”
*(હદીસ 15)*
અહીં એક હદીસ ટાંકવી જરૂરી છે જેમાં એ લોકોના વિષયમાં સ્પષ્ટ માહિતી છે કે જે લોકો ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતના સમયમાં સાબિત કદમ રહેશે.
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
“જયારે ઇમામ કાએમ (અ.સ.)નો ઝૂહૂર થશે ત્યારે લોકો આપનો ઇન્કાર કરશે, કારણકે આપ તેઓની સામે જવાનીની હાલતમાં આવશો. ફક્ત એ લોકો સાબિત કદમ રહેશે કે જેમનાથી અલ્લાહે આલમે ઝરમાં બયઅત લીધી છે.”
(હદીસ 43)
અલ્લાહ આપનો શુમાર ઇમામના બારામાં સાબિત કદમ રહેવાવાળા માંથી કરે.