Author: Mirza Hussain Noori Tabarsi (Muhaddith Noori) (r.a.)

Book : Najmuth Saaqib

Excerpts from Book An-Najmuth Saaqib ( Part 13 )

Let us know our Imam

Book – An Najmus Saqib

Author – Mohaddise Noori r.a.

Chapter Three (Part 5)

Some distinctive Qualities of Imam Zamana (a.s.)

This is the last part of the description of 12 distinguishing characteristics of Imam Mahdi (atfs) out of the 48 special characteristics mentioned about him in this chapter.

10-The passage of time will not affect him

Shaykh Saduq r.a. has narrated from Abu Sult Harawi that he said: I asked Imam Ali Reza (a.s.): What is the sign of your Qaaem, when he will reappear? He replied: His sign is that he will be aged in years, but will appear in the form of a young man; when one sees him he would seem to be aged forty or less. And another sign of his is that the passage of days and nights will have no effect on his age till his last moments. It is narrated from Imam Husain (a.s.) that he said regarding the circumstances of Imam Mahdi (a.s.): The Almighty Allah will prolong his age till he reappears in the form of a young man of forty and it is to show that the Almighty Allah is capable of everything.

11-Descent of Ruhullah Isa Ibne Maryam (a.s.)

Ganji Shafei (a sunni scholar) has narrated from the Messenger of Allah (s.a.w.a.) that he said regarding the circumstances of Imam Mahdi (a.s.) that he would be about to lead his companions in Morning Prayer in Baitul Maqdas, when Isa Ibne Maryam a.s. descends. Then Imam a.t.f.s. will move back to have Isa a.s. move in the front to lead the prayers for the people. Isa a.s. will touch his a.t.f.s. shoulders and say, ‘Lead us.’

12-Gushing out of a stream of water and a stream of milk*

The stone of Hazrat Moosa (a.s.) will be present at the seat of kingdom of Imam Mahdi (a.s.) outside Kufa. It has been reported that when Hazrat Qaaem (a.s.) camps in Mecca and intends to move to Kufa, an announcer would say: None of you may carry any food or water on the journey. And His Eminence would carry with himself the stone of Hazrat Moosa bin Imran(as), from which twelve streams had gushed out. Then he will not halt at any stage, but that he will fix it and streams would burst forth from it and anyone that felt hunger, will eat from it and any that felt thirsty, will drink from it. Thus, it would be their only source of food and water till they reach Najaf, which is before Kufa. When they arrive there, water and milk would continuously flow out of it. Anyone that feels hunger, satiates himself from it and any that feels thirsty, drinks from it.

Alhamdolillah, with this we have concluded the 3rd chapter. May our esteemed Master Hazrat Hujjat(atfs) help us in completing the excerpts from the remaining parts of this book.

اقتباسات 13)اقتباسات از کتاب نجم الثاقب)

آئیے اپنے زمانے کے امام کے متعلق جانیں

کتاب: النجم الثاقب

مصنف: محدث نوری (رع)

باب۔ 3 (چوتھا حصہ)

امام زمانہ (عج) کے چند امتیازی صفات

 

સારાંશ : ૧૩

આઓ આપણે આપણા ઇમામને જાણીએ.

પુસ્તક : અન નજમુસ્સાકીબ

લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)

પ્રકરણ : ૩ (ભાગ -૫) ઇમામેં ઝમાના (અ.સ.) ની વિશિષ્ટ સિફતો.

ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની ૪૮ વિશિષ્ટ સિફાતો માની ૧૨ ખાસ સિફતોના વર્ણનનું આ અંતિમ સંસ્કરણ છે.

૧૦) સમયના પસાર થવાની તેમના પર કોઈ અસર નહિ હોય.

શેખ સદુક (ર.અ.) એ અબા સલ્ત હરાવીથી  નકલ કર્યું છે કે તેમણે કહ્યું : મેં ઇમામ રઝા (અ.સ.) ને પુછ્યું જયારે કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝુહુર થશે તો તેમની નિશાની શું હશે ? આપ (અ.સ.) એ જવાબ આપ્યો તેઓની નિશાની એ છે કે તેઓની ઉમર વધારે હશે પરંતુ જવાન જેવા દેખાશે. જયારે કોઈ તેમને જોશે તો તે ૪૦ અથવા તેનાથી ઓછી ઉંમરના દેખાશે. અને બીજી નિશાની એ છે કે દિવસો અને રાત્રીઓના પસાર થવાની તેઓની ઉમર પર તેમના અંતિમ ક્ષણ સુધી કોઈ અસર નહિ હોય.

ઇમામ હુસૈન (અ.સ.) થી રિવાયત છે કે તેઓએ ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની પરિસ્થિતિ વિષે ફરમાવ્યું : અલ્લાહ સર્વશક્તિશાળી તેઓને ખુબ લાંબી ઉમર આપશે ત્યાં સુધી કે તેઓ ૪૦ વર્ષના યુવાનના રૂપમાં ઝુહુર કરશે અને આ બતાવે છે કે અલ્લાહ સર્વશક્તિશાળી તમામ બાબતો કરવાની કુદરત ધરાવે છે.

૧૧) હઝરત રૂહુલ્લાહ ઈસા  ઇબ્ને મરયમ (અ.સ.) નું નીચે આવવું.

હાફિઝ ગંજી શાફઈ (સુન્ની આલીમ) એ રસુલુલ્લાહ (સ.અ.વ.) થી રિવાયત કરી છે કે આપે ઈ. મહદી (અ.ત.ફ.શ.) ની પરિસ્થિતિ વિષે ફરમાવ્યું કે તેઓ પરોઢીએ પોતાના અસ્હાબોની નમાઝની ઇમામત કરવા બૈતુલ મુકદ્દસના આગળ વધતા હશે, ત્યારે હઝરત ઈસા ઈબ્ને મરિયમ (અ.સ.) ઉતરશે. પછી ઇમામ (અ.સ.), હઝરત ઈસા (અ.સ.) લોકોને નમાઝ પઢાવે તે માટે હટી જશે. પરંતુ હઝરત ઈસા (અ.સ.) તેઓને કાંધ પર હાથ મુકીને કહેશે ‘અમને નમાઝ પઢાવો.’

૧૨) પાણી અને દૂધનું ઝરણું ફૂટી નીકળશે

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ના રાજ્યની રાજધાની કુફાની બહાર હઝરત મુસા (અ.સ.) નો પથ્થર હાજર હશે. રીવાયાતમાં છે કે જયારે હઝરત કા’એમ (અ.ત.ફ.શ.) મક્કાની છાવણીમાં હશે અને કુફા જવાનો ઈરાદો ધરાવતા હશે, ઉદ્ઘોષક ઘોષણા કરશે: કોઈએ પણ મુસાફરી માટે પાણી કે ખોરાક સાથે લેવાની જરૂર નથી. અને આપ (અ.ત.ફ.શ.) હઝરત મુસા બિન ઇમરાન (અ.સ.) નો તે પથ્થર  જેમાંથી બાર ઝરણા ફૂટી નીકળ્યા હતા તે પોતાની સાથે લેશે. પછી આપ કોઈ પણ જગ્યાએ મકામ નહિ કરે પરંતુ તે પથ્થરને મુકશે અને તેમાંથી ઝરણાઓ ફૂટી નીકળશે અને જે કોઈને ભૂખ લાગી હોય તે તેમાંથી જમશે અને જેને તરસ લાગી હોય તેમાંથી પીશે. આમ તેમના ખોરાક અને પાણીનો એક માત્ર સ્ત્રોત હશે અને તેઓ નજફ પહોંચશે જે કુફાની પેહલા છે. જયારે તેઓ ત્યાં પહોંચશે તેમાંથી પાણી અને દૂધ સતત  વેહ્તું હશે. જે કોઈ ને ભૂખ લાગી હશે તે તેમાંથી જમીને ધરાશે અને તરસ્યો હશે તે તેમાંથી  પીશે.

અલ્હમદો લીલ્લાહ આ સાથે આપણે ત્રીજા પ્રકરણને પૂર્ણ કર્યું. આપણા મૌલા હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) આ પુસ્તકના શેષ પ્રકરણોના સારાંશો રજુ કરવામાં આપણી મદદ કરે.

किताब नज्म उस साक़िब से इक़तेबासात (13)

आइये ज़माने के इमाम के मुताल्लिक़ जानें

किताब: नज्म उस साक़िब

मुसन्निफ़: मोहद्दिस ए नूरी (अ.र.)

The Promised Mahdi Team