સારાંશ : ૧૪
આઓ આપણે આપણા ઇમામને જાણીએ.
પુસ્તક : અન નજમુસ્સાકીબ
લેખક : મોહદ્દીસ નુરી (અ.ર.)
પ્રકરણ : ૪ (ભાગ -૧) ઇમામ ઝમાના (અ.ત.ફ.શ.) વિષે મુસલમાનો દરમ્યાન મંતવ્યોમાં મતાંતર
સર્વ પ્રથમ ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની માન્યતા માત્ર શિયાઓ પૂરતી સીમિત નથી તે સાબિત કરવા જનાબ મોહદ્દિસ નુરી (ર.અ.) ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના અસ્તિત્વ વિષે અહેલે તસંનુંનના પ્રખ્યાત ઓલામાઓની ઘણી કિતાબોનો ઉલ્લેખ કર્યો છે.
આમ તમામ મુસલમાનો માને છે કે આખર જમાનામાં હઝરત મહદી (અ.ત.ફ.શ.) ઝૂહૂર ફરમાવશે, તેમનું નામ રસુલુલ્લાહ (સ.અ.વ.) નું નામ હશે, તેઓ આ પૃથ્વીને અદલો ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે અગાઉ તે ઝૂલમ અને જોરથી ભરેલી હશે.
પછી તેઓ આ પવિત્ર જાત વિષે અમુક મતાંતરની ચર્ચાનો ઉલ્લેખ કર્યો છે.
પહેલો મતાંતર તેમની વંશવાળીની અમુક રિવાયતો વિષે છે. તેઓ આ મતાંતરના ઇન્કારને સાબિત કરતી નિશ્ચયાત્મક દલીલો ધરી છે, અને ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ઇમામ હુસૈન (અ.સ.) ના વંશજ છે તેવું સ્થાપિત કર્યું છે.
તેઓ રસુલ (સ.અ.વ.વ.)ની એક રિવાયત વર્ણવે છે : ‘અય ફાતેમા ! યકીનન આપણે અહલેબય્ત (અ.મુ.) ને છ ગુણો આપવામાં આવ્યા છે, જે અગાઉ કોઈને આપવામાં આવ્યા નથી ન તો ભવિષ્યમાં આવનારા કોઈને આપણાં (અહલેબય્ત (અ.મુ.)) સિવાય આપવામાં આવશે.
આપણાં નબી (સ.અ.વ.) શ્રેષ્ઠ નબી છે. જે તમારા પિતા છે.
આપણાં વસી શ્રેષ્ઠ વસી છે જે તમારા પતિ છે.
આપણાં શહીદ શ્રેષ્ઠ શહીદ છે અને જે હમ્ઝા (અ.સ.) છે તમારા પિતાના કાકા
આપણાંમાથી આ ઉમ્મતના બે જવાન છે અને તેઓ તમારા બે પુત્રો છે.
આપણાંમાથી આ ઉમ્મતના મહદી (અ.ત.ફ.શ.) છે જેમની પાછળ નબી ઈસા (અ.સ.) નમાઝ પઢશે.
પછી આપ (સ.અ.વ.) એ ઇમામ હુસૈન (અ.સ.) ના ખભા પર હાથ મુક્યો અને કહ્યું આમનાથી આપણી ઉમ્મતના મહદી (અ.ત.ફ.શ.) હશે.
અલ્લાહ તેમના ઝૂહુરમાં જલ્દી કરે અને આપણને તેમના અનુયાયીઓમાં શુમાર કરે.